પ્રમુખશ્રી/ઉપપ્રમુખશ્રીની કલમે,
પ્રિય જ્ઞાતીજનો,
તા. ૨૯–૦૯–૭૪ ના રોજ આપણા સમાજની સ્થાપના –ઉદય થયા પછી બુકના ફોર્મમાં ૨૦૦૯ માં આપણા સમાજના સભ્યોની વિગતની ડીરેકટરી બનેલ. હવે કોમ્પ્યુટર, ઈન્ટરનેટરના યુગમાં આપણા સમાજનાં જ દરિયાદિલ દાતા નયનાબેન સુમનલાલ શાહ (આમધરાવાળા) હાલ યુ.કે. ના સહયોગથી ડિજીટલ ડિરેકટરીની શરૂઆત કરતા અમોને આનંદ અને ગર્વની લાગણીની અનુભૂતિ થાય છે. આ માટે સમાજની ડિરેકટરી કમીટી, શાહ સોફટવેર ત્યા ડિરેકટરી બનાવવા સાથ સહકાર આપનાર તમામના દિલથી આભારી છીએ.
સમાજના બંધારણ મુજબ સમાજના હિત અને પ્રગતિ માટે, સમાજની એકતા અને ભાઈચારા માટે વિવિધ પ્રવૃતિઓનું સમાજ તરફથી આયોજનો ક૨વામાં આવે છે. જેમાં ખાસ કરીને શૈક્ષણિક, આર્થિક, મેડીકલ સહાય, તપસ્વી બહુમાન, વડિલ સન્માન, અનાજ વિતરણ, ૨કતદાન શીબીર, યાત્રા પ્રવાસની સાથે સાથે હવેથી ક્રિકેટ મેચ અને બોક્ષ ક્રિકેટ જેવી રમતનુ આયોજન પણ કરીએ છીએ. જેના આપ સૌ સમાજ બંધુઓનો સાથ સહકાર મળતો જ રહે છે. અને અમારા ઉત્સાહમાં વધારો થાય છે. જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
સમજ નો સમુહ એટલે સમાજ અને વિસ્તરણ પામેલો સ્વયંનો પરિવાર એટલે સમાજ, સમાધાનની વૃતિ કેળવી આપણે સૌ એકતાનુ સંવર્ધન કરીએ તો નવી ભાવિ પેઢીને – આપણા સૌ યુવાન મિત્રો, દિકરા–દિકરીઓને સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા, શાલીનતા અને પ્રેમનો બહુમુલ્ય વારસો આપી શકીએ કે જેઆપણે આપણા વડિલો પાસેથી મેળવેલ છે.
આભાર સહ.
પ્રમુખશ્રી – આશિષ હસમુખલાલ શાહ
ઉપપ્રમુખશ્રી– રાજેશ કાંતિલાલ શાહ